ટ્રમ્પ સરકાર હેઠળ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનશેઃ નિષ્ણાતો

ટ્રમ્પ સરકાર હેઠળ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનશેઃ નિષ્ણાતો

ટ્રમ્પ સરકાર હેઠળ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનશેઃ નિષ્ણાતો

Blog Article

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ભારત-યુએસ સંબંધોનું વિસ્તરણ થવાની ધારણા છે. આયાત, ટેરિફ અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે, પરંતુ બંને પક્ષો વચ્ચેના મુશ્કેલ મુદ્દાઓનો સૌહાર્દપૂર્ણ ઉકેલ આવવાની શક્યતા છે, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બંનેની વચ્ચે મહાન મિત્રતા છે, એમ વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

કેપિટોલ હિલના અનુભવી અને કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ અનંગ મિત્તલે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી વ્યક્તિઓ અને રૂઢિચુસ્ત બૌદ્ધિકો 21મી સદીને આકાર આપવામાં ભારત-યુએસ સંબંધોના ભાવિને “મહત્વપૂર્ણ” માને છે.ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અમેરિકા ચેપ્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધ્રુવ જયશંકરે જણાવ્યું હતું કે નવી દિલ્હીને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વેપાર અને ઇમિગ્રેશન પર કેટલીક મુશ્કેલ વાટાઘાટોની જરૂર પડી શકે છે. મને લાગે છે કે ટ્રમ્પ વેપાર અને ઇમિગ્રેશન પર કેટલીક આકરી વાટાઘાટો કરશે, જોકે અન્ય ઘણા મુદ્દાઓ પર તેમણે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ સકારાત્મક સંબંધો વિશે વાત કરી છે.

મિત્તલે જણાવ્યું હતું કે ટ્રમ્પ પીએમ મોદી સાથેના તેમના અંગત સંબંધો દ્વારા ભારત-અમેરિકા સંબંધોમાં આગળ વધશે. તેઓ વેપાર, સંરક્ષણ અને વિદેશી સીધા રોકાણ પર દ્વિપક્ષીય કરારની માંગ કરશે.ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રાથમિક ધ્યેય ઈન્ડો-પેસિફિક ભાગીદારો સાથે અમેરિકન વિશ્વસનીયતાને પુનઃપુષ્ટ કરવાનો રહેશે કારણ કે તેઓ આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. સિલિકોન વેલીના નેતાઓ સાથેની નિકટતા સકારાત્મક રહેશે, કારણ કે તેઓ ભારતીય બજારોમાં વિસ્તરણ કરવા, ભારતીય ગ્રાહકપાયાનો લાભ ઉઠાવવાનો અને અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની માનવ મૂડીનો ઉપયોગ કરવા માગે છે.

મિત્તલે કહ્યું હતું કે ટ્રમ્પની ભારત મુલાકાત અથવા મોદીને 2025માં યુએસની મુલાકાત માટે આમંત્રણની ધારણા છે. ઇમિગ્રેશન, વેપાર ખાધ અથવા ભારત-કેનેડિયન

Report this page